રાજસ્થાનના કરૌલીમાં નવ સંવત્સરના અવસર પર રેલી દરમિયાન હિંસા ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન મારપીટ અને આગની ઘટનાઓ પણ બની હતી. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ હિંસા વચ્ચે હિંમત બતાવનાર પોલીસકર્મચારીના વખાણ કરી રહ્યા છે.
આ પોલીસ કર્મચારીએ આગની ઘટના દરમિયાન માસૂમ સહીત 3 લોકોના જીવ બચાવ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોન્સ્ટેબલને ફોન કરીને તેમના વખાણ કર્યા હતા. આ સાથે તેમને પ્રમોશનની ભેટ પણ આપી હતી.
રાજસ્થાનના કરૌલીમાં હિંસા ફેલાઈ ફાટી નીકળી હતી. અસામાજિક તત્વો દ્વારા દુકાનો સળગાવી દેવામાં આવી હતી. ચારે બાજુ આગની જ્વાલાઓ નજર આવી રહી હતી. હિંસા અને આગ વચ્ચે ફૂટા કોટ વિસ્તારમાં આવેલી દુકાનમાં એક નિર્દોષ અને બે મહિલાઓ પણ ફસાઈ ગઈ હતી. આ બંને મહિલાઓ અને તેમના ખોળામાં બેઠેલી માસૂમ આગની ધગધગતી જ્વાળાઓ વચ્ચે ખૂબ જ ગભરાયેલી નજર રહી હતી. ત્યારે જ કરૌલી શહેર ચોકી પર તૈનાત નેત્રેશની નજર તેમના પર પડી હતી. કોન્સ્ટેબલે પોતાના જીવની પરવા કર્યા વિના ત્રણેયને બચાવવાનું નક્કી કર્યું. નેત્રેશે મહિલાઓ પર જે દુપટ્ટા હતા માસૂમને ઢાંકી દીધી અને તેને ખોળામાં લઈ આગની જ્વાળાઓ વચ્ચે ઝડપથી દોડીને બહાર નીકળી આવ્યો હતો.
કોન્સ્ટેબલ નેત્રેશના ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે. નેત્રેશની બહાદુરીને જોઈને મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ તેમને શુભકામના આપી હતી. નેત્રેશને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશનની જાહેરાત કરી હતી. નેત્રેશ 2013માં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત થયા હતા.