અમદાવાદ
તા.26.01.2024
ભાડાની
કેબમાં ચોરી કરવા આવતા અને પોલીસ પકડી ન શકે તે માટે મોબાઈલનુ સિમ કાઢી નાખતા હતા.
કારનુ
લોક તોડીને કાર ચાલુ કરવાના વીડીયો યુ-ટ્યુબ પર જોઈને શીખેલા 2 ચોરને ઝોન-1
એલસીબીની ટીમે ઝડપી લીધા છે.કાર ચોરવા માટે બન્ને કેબમાં આવતા હતા અને પોલીસ પકડી
ન શકે તે માટે મોબાઈલનો ઉપયોગ પણ ટાળતા હતા.
થોડા
સમય અગાઉ વસ્ત્રાપુરમાંથી એક કારની ચોરી થઈ હતી.ઝોન-1 ડિસીપીની એલસીબી સ્કવોડે
ટેકનિકલ એનાલીસીસ અને બાતમીને આધારે બન્ને કાર ચોર મોહમ્મ્દ કુરેશી અને અશોક
જાટવની ધરપકડ કરી હતી.તેઓ યુ-ટયુબમાં કારનુ લિક કેવી રીતે ખોલવુ તેની ટ્રીક શીખતા
હતા.એ પછી જે વિસ્તારમાં કાર ચોરી કરવાની હોય ત્યાં ભાડાની કેબમાં જતા હતા.
મોબાઈલમાં
સિમ કાર્ડને બદલે વાઈફાઈ ડોન્ગલ રાખતા હતા.ભૂતકાળમાં તેમણે વટવા,ખેડા,કલોલ,મહેસાણા અને છેલ્લે વસ્ત્રાપુરમાંથી કારની ચોરી
કરી હતી.
આ આરોપી
મોહમ્મદ કુરેશી સામે અગાઉ સાયબર ક્રાઈમમાં તેમજ શાહપુર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી
બાબતોએ ગુનો નોંધવામાં આવ્યો હતો.
માત્ર જૂની કારને ટાર્ગેટ કરવામાં આવતી હતી.
નવી કારનુ લોક ખોલવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો
હોવાથી આરોપીઓ નવી કર ચોરી કરવાનુ ટાળતા હતા.
આરોપીઓ જૂની કારને ટાર્ગેટ કરીને ડુપ્લીકેટ ચવીની મદદથી
કારનો દરવાજો ખોલતા હતા.
બાદમાં યુ-ટ્યુબની મદદથી કાર કેવી રીતે ચાલુ કરવી તે જોઈ
કારની ચોરી કરતા હતા.
ચોરીની કારની નંબર પ્લેટ બદલી ગેરેજ ચલાવતા એક સાગરીતને
સગેવગે કરવા સોંપતા હતા.