ENTERTAINMENT તા.19.02.2024
ફિલ્મ “કસુંબો”માં પોતાની મૂળ-સંસ્કૃતિ,ઓળખ બચાવવા જાતને ફના કરવાની વાત પર આધારિત છે.
શેત્રુંજ્ય
જૈન મંદિરો અને દેરાઓ ની રક્ષા ને કાજે બારોટ સમાજ ના લોકો એ મક્કાર અલ્લાઉદ્દીન
ખીલજી સામે બહાદુરી પૂર્વક કરેલા કસુંબા અને કેસરિયા ના ઇતિહાસ તથા શોર્યગાથા ને
વર્ણવતી એક અદભુત્ત ઐતિહાસિક ફિલ્મ. આ ફિલ્મ ગુજરાત ના એક એવા ઇતિહાસ ને ઉજાગર કરે
છે કે જેને આપડા માંથી મોટા ભાગ ના લોકો જાણતા નહિ હોય. અને આ અદકેરા ઇતિહાસ ને
જાણવા માટે 'કસુંબો' એક ખાસ જોવા લાયક ફિલ્મ કહી શકાય.
ફિલ્મ ની વાર્તા એકદમ મજબૂત, એના ગીતો કર્ણપ્રિય અને ભાતીગળ, અણીશુદ્ધ ગુજરાતી ભાષા માં લખાયેલા
જોરદાર સંવાદો, ફિલ્મ ની
સમય ને અનુરૂપ સિનેમેટ્રોગ્રાફી તથા સેટ્સ, ફિલ્મ માં દર્શાવવા માં આવેલા કિસ્સાઓ
અને શૂરવીરતા ની વાતો આમ બધું જ માણવાલાયક છે.
આ એક સાચા
અર્થ માં મલ્ટી-સ્ટારર અને મોટા બજેટ ની ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મ માં ખુબ મોટા
કલાકારો નો જમાવડો છે જેમ કે દાદુ બારોટ ના પાત્ર માં ધર્મેન્દ્ર ગોહિલ, ખીલજી ના પાત્ર માં દર્શન પંડ્યા, અમર તરીકે રૌનક કામદાર, અર્જુન તરીકે ચેતન ધાનાણી, સુજાન ના રોલ માં હેલ્લારો વાળા
શ્રદ્ધા ડાંગર, ખીલજી ના
ભાણી ના રોલ માં મોનલ ગજ્જર, પ્રખ્યાત કલાકાર ફિરોઝ ઈરાની, કલ્પના ગાગડેકર, વિશાલ વૈશ્ય, રાગી જાની, મયુર સોનેજી, જય ભટ્ટ, વગેરે અને એક ખાસ રોલ 'વેડા ખોખર' ના પાત્ર માં બિમલ ત્રિવેદી આમ તમામ
કલાકારો પોતાની એક્ટિંગ અને પ્રતિભા ના દમ પર લોકો ના દિલ જીતી લે છે. ગુજરાત ના
ભવ્ય ઇતિહાસ ની ઝાંખી અને મનોરંજન નો સમન્વય એટલે 'કસુંબો'.
ફિલ્મ ની
વાર્તા વિષે વાત કરીયે તો આદિનાથ દાદા ની જય જ્યાં બોલાય છે અને ખોડલ ના ખમકારા
જ્યાં ગાજે છે એવા શેત્રુંજ્ય ક્ષેત્ર ની આ વાત છે. જેના ઉપર દિલ્હી થી ગુજરાત ઉપર
ચઢાઈ કરવા આવેલા અલ્લાઉદ્દીન ખીલજી ની નજર પડે છે. શેત્રુંજ્ય ના આ ગામ માં બારોટ
લોકો નો વસવાટ છે અને એમને જયારે આ ખીલજી વિષે ખબર પડે છે ત્યારે પોતાની તલવાર ને
મ્યાન માંથી બારી કાઢી શૂરવીરતા ના હાકોટા ભરતાં આ બારોટ લોકો પોતાના આત્મસન્માન
ને જાળવવા, ખીલજી નો
સામનો વિલક્ષણ રીતે કરવા નો નીર્ધાર કરે છે. શું આ ખીલજી શેત્રુંજ્ય પ્રદેશ પર જીત
મેળવી શકશે? બારોટ
પોતાના આત્મસન્માન માટે કઈ હદ સુધી જશે? અને આ ઐતિહાસિક યુદ્ધ કેવો અંત લાવશે એ
બધા જવાબ મેળવવા માટે કસુંબો ફિલ્મ જોવી જ રહી.
વિજયગીરી
બાવા નું ડિરેકશન એટલે કમાલ. વિષય પર કરેલા ગહન અભ્યાસ, મેહનત અને અધ્યયન ની ઝલક એમના ડિરેકશન
માં ઉભરી ને આવે છે. આવા ભવ્ય ઇતિહાસ ને દર્શાવતી ફિલ્મ માં રામ મોરી અને બાવા
સાહેબ નું રાઇટિંગ પણ ખુબ જ અસરકારક છે. એક એક સંવાદો પર સંભળાતી અગણિત તાળીઓ અને
વાહ! આખી ફિલ્મ માં અર્થસભર તળપદા ડાયલોગ્સ અને રસપ્રદ સીન સિક્વન્સિસ દર્શકો ના
વખાણ અને દાદ મેળવી જાય છે. સંગીત પણ ફિલ્મ નું એક જમાપાસું છે. મેહુલ સુરતી નું
સંગીત અને એમાં વણાયેલા શબ્દો ખરેખર પ્રશંશા ને પાત્ર છે. ફિલ્મ નું આર્ટ ડિરેકશન
અને કેમેરા વર્ક પણ અદભુત્ત છે આમ તમામ પાસાઓ માં ફિલ્મ મેકિંગ વખાણવા લાયક છે.
ફિલ્મ માં જે મને નથી ગમ્યું એ એના VFX અને સ્પેશ્યલ ઇફેક્ટ્સ છે. ઐતિહાસિક ફિલ્મ હોવા ને લીધે ફિલ્મ માં ખુબ જ VFX અને સ્પેશ્યલ ઇફેક્ટ્સ વપરાયા છે પણ સાવ નબળા લાગે છે. મોટાભાગ ની ફિલ્મ માં ઇફેક્ટ્સ ના લીધે બેકગ્રાઉન્ડ માં દ્રશ્યો બ્લર (ઝાંખા) દેખાય છે. અને અંત માં આવતા ખુબ જ અગત્ય ના દ્રશ્યો માં વપરાયેલા ગ્રાફિક્સ એકદમ સામાન્ય લાગે છે. આ ઉપરાંત ફિલ્મ માં ઘણા બધા પાત્રો અને દ્રશ્યો આવતા હોવા થી મને અમુક દ્રશ્યો માત્ર જોડી દેવાયા હોય એવું લાગ્યું કે જ્યાં સંકલન થોડું વધારે સારું થયી શક્યું હોત. હા પણ આ ફિલ્મ બાકી બધી રીતે ઉત્તમ છે, આખા પરિવાર સાથે જોવા જેવી છે, મોટા સ્ક્રીન પર માણવાલાયક સિનેમેટિક અનુભવ છે, અને ગુજરાત ના ભવ્ય ઇતિહાસ ને દર્શાવતી ગાથા એ ચોક્કસ થી દરેક લોકો એ જોવાલાયક. મને આ ફિલ્મ ખુબ ગમી છે