ક્રિક્રેટની દુનિયામા
ત્રણેય ફોર્મેટમા નંબર 1 બનનારો દુનિયાનો પ્રથમ ભારતિય બોલર બુમરાહ બન્યો.
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર
અને વિશાખાપટ્ટનમ ટેસ્ટમા ટિમ ઈન્ડિયાની જીતમા મહત્વની ભૂમિકા ભજવનારો જસપ્રીત
બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે.
બુધવારે બહાર પડેલા
આઈસીસીના તાજા રેન્કિંગમા બુમરાહ 881 પોઈન્ટ સાથે રવિચંદ્ર અશ્ચિનને પાછળ રાખીને
નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
ટેસ્ટમા અગાઉ અશ્ચિન ટોપ
પર હતો.હવે બે સ્થાન ખસીને ત્રીજા સ્થાને આવી ગયો છે બુમરાહે ઈંગ્લેન્ડ વિરૂધ બીજી
ટેસ્ટમા 9 વિકેટ લીધી હતી જેના કારણે તેને ટેસ્ટ રેંન્કિંગમા ફાયદો મળ્યો
છે.બોલીંગ રેંન્કિંગમા બુમરાહ પછી બીજા સ્થાને સાઉથ આફ્રિકાનો કાગિસો રબાડા(851
પોઈન્ટ)છે.
બુમરાહ ભારતનો ચોથો બોલર
ટેસ્ટ બોલિંગ રેન્કિંગમા
ટોપ પર પહોચનારો બુમરાહ ભારતનો ચોથો બોલર જયારે ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો
છે.આ અગાઉ અશ્ચિન,રવીન્દ્દ્ જાડેજા અને બિશન સિંહ બેદી એશિયન દેશોના
એકમાત્ર એવા બોલર છે જેમણે આ સિધ્ધી મેળવી હતી.એટલે કે ભારતીય ટેસ્ટ ક્રિક્રેટના
ઈતિહાસમા આ પ્રથમ ઘટના છે કોઈ ભારતિય ફાસ્ટ બોલર ટેસ્ટ રેન્કિંગમા પોતાની બાદશાહત
પ્રાપ્ત કરવામા સફળ રહ્યો હોય.