ગુજરાતમાં શૂટ થયેલી “પ્રવાસ”ની વાર્તા બાળકના સપની છે.
ઢાંકા ફિલ્મ ફેસ્ટિવલમા પ્રવાસ”ને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ બદલ
રહેમાન એવોર્ડ એનાયત કરાયો છે.ઈરાનિયન ફિલ્મ મેકર માજીદ માજીદીની
ઉપસ્થિતીમાં”પ્રવાસ”ના ડિરેકટર વિપુલ શર્માને આ એવોર્ડ અપાયો હતો.
ફિલ્મનુ શૂટિંગ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમા કરવામા આવ્યુ
છે.ફિલ્મ “પ્રવાસ”ની વાર્તામા એક પરિવાર અમદાવાદથી થોડે દુરના ગામમા વસે છે.શિવમનો
પરિવાર એટ્લો ગરીબ છે કે તેમના ઘરમા ટેલિવિઝન કે મોબાઈલની સુવિધા નથી.શિવમને
અમદાવાદ જોવાની તીવ્ર ઈચ્છા છે.તેવા સમયે શિવમ જે સ્કુલમા ભણે છે ત્યા અમદાવાદનો
પ્રવાસ ગોઠવાય છે પણ ત્યારે એવી પરિસ્થિતી સર્જાય છે કે શિવામ અમદાવાદના પ્રવાસે
જાય કે પોતાના પરિવાર સાથે રહે તે ગડમથલમા ફસાઈ જાય છે.
ફિલ્મમા મુખ્ય ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે વિશાલ ઠકકરે વિઠ્ઠલ
તીડી,પપ્પા
તમને નહી સમજાય, ભગવાન
બચાવે જેવી ગુજરાતી ફિલ્મ અને પીએમ નરેન્દ્ર મોદી તેમજ સ્કુપ જેવી વેબ સિરીઝમા પણ
કામ કર્યુ છે.
“પ્રવાસ” ફિલ્મને 12 ફિલ્મ ફેસ્ટમા હજુ નોમિનેશન મળ્યા છે.
“પ્રવાસ”ફિલ્મને “પેરિસ લિફ્ટ ઓફ ફિલ્મ ફેસ્ટિવ”મેલબોર્ન
લિફ્ટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલમા ઓફિશિયલ સિલેક્શન મળ્યુ છે.એશિયન ટેલેન્ટ ઈન્ટરનેશનલ
ફિલ્મ ફેસ્ટિવલ તેમજ હોંગકોંગ ઈન્ટરનેશનલ ફિલ્મ કાર્નિવલ,ઈન્ડિયન પેનોરમા ઈન્ટરનેશનલ
ફિલ્મ ફેસ્ટિવલ,ઢાકા
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમા આ ફિલ્મને
એવોર્ડ મળ્યો છે.ઉપરાંત હજુ પણ 12 ફિલ્મ ફેસ્ટિવલમા તેને નોમિનેશન મળ્યુ છે.જેના
રિઝલ્ટ બાદ આ ફિલ્મ સેન્સર બોર્ડમા પાસ થયા પછી થિયેટરમા રિલીઝ કરવામા આવશે.