ચાંદખેડા જગનાળા તલાવડીના કાચા છાપરામાં રહેતા કેવલ કનુભાઇ પટણી અને તેના ભાઇને ત્યા રહેતા તેમના સમાજના એક વ્યકિત સાથે ઝઘડો થયો હતો.જે બાબતે પોલીસ કેશ થતાં કેવલનાં ભાઇને જેલમાં પૂરી દીધો હતો.ધનીબહેને તેમના દીકરા દશરથને કેવલ અને તેના ભાઇ સાથે બોલવાની ના પાડી હતી.પરંતુ થોડા સમય બાદ બન્ને પાછા બોલવા લાગ્યા હતા.
28.11.2023 ના રોજ કેવલ રિક્ષામાં દશરથને લઇને ગયો હતો ત્યારથી દશરથ ગુમ હતો.
આ મામલે ધનીબહેને ચાંદખેડા પોલીસમાં દશરથ ગુમ થયાની ફરીયાદ કરી હતી.પોલીસે કેવલને બોલાવી દશરથ વિશે પૂછપરછ કરતા આખરે કેવલે કબુલી લીધુ કે તે દશરથને ગાંધીનગર ઝુંડાલ—ખોરજ ગામનિ નર્મદા કેનાલ પર લઇ ગયો હતો જયા તેણે દશરથને ધકકો મારી કેનાલમાં પાડી દીધો હતો જેથી ડુબી જવાથી દશરથનુ મુત્યુ થયુ હતુ.
આ મામલે ચાંદખેડા પોલીસે કેવલ કનુભાઇ પટણી વિરુધ ખુન નો ગુનો નોંધી હત્યાના પુરાવા એકત્રી કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.