પોલીસની નવી APP બધો રેકોર્ડ રાખશે
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડ અને બે સંઘ પ્રદેશને અડીને આવેલા વલસાડ જિલ્લાની રોજબરોજ ઘણા લોકો આવતા હોય છે. સાથે વલસાડ જિલ્લો એશિયા સૌથી મોટી ઔદ્યોગિક નગરી આવેલી છે.
વલસાડના એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, વલસાડ જિલ્લા પોલીસ દ્વારા “PATHIK” ( Proram for
Analysis of Traveler and hotel Informatics) એપ શરૂ કરવામાં આવી છે. આ એપમાં દૈનિક ધોરણે દરેક સ્થાનિક હોટલ, ગેસ્ટ હાઉસ, રીસોર્ટ/ફાર્મ હાઉસ, ધર્મશાળા ધાબા-કલબ હાઉસ/ મુસાફરખાના/ ધાર્મિક સ્થળો તથા અન્ય સ્થળના સંચાલક/ માલિક/ અન્ય સ્થળોના માલિકે ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી કરવા રહેશે અને હોટલમાં રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટીવિટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવાનું રહેશે. તેમાં બહારથી આવતા તે મેન્યુઅલ રજિસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ આ “PATHIK” એપમાં ફરજીયાતપણે ઓનલાઇન કરવાની રહેશે. આ એપમાં એન્ટ્રી કરતાની સાથે પોલીસને જાણ થશે અને જો કોઈ ગુનેગાર ખોટા દસ્તાવેજ કે પછી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે આવું હોય તો પોલીસ ને જાણ થશે અને પોલીસ તાત્કાલિક કોઈ ગુનેગાર હશે તેના ઉપર પગલાં લઈ જિલ્લા ગુનાહિત પ્રવૃત્તિ અટકાવશે.
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં આવતા ગુનેગારોને અટકાવવા અને પ્રજાની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી એપને વલસાડ જિલ્લાના હોટેલ સંચાલકો દ્વારા પણ આવકારવામાં આવી છે. પહેલા કોઈપણ વ્યક્તિનું વેરિફિકેશન કરવામાં હોટલ સંચાલકોને મુશ્કેલીઓ પડતી હતી અને પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પણ ચેકીંગ કરવામાં આવતું હતું. પરંતુ હવે આ એપ્લિકેશનમાં તમામ ડોક્યુમેન્ટ સહિતની વિગતો પોલીસને મળી રહેતી હોય છે, જેને કારણે હવે પોલીસનું રાત્રિનું ચેકીંગ પણ બંધ થયું છે. જેથી હોટલમાં રોકાયેલા મુસાફરોને પણ કોઈ પણ મુશ્કેલીઓ પડશે નહિ. તો જિલ્લા બહારથી આવતા તમામ લોકો ઉપર હવે પોલીસની સીધી નજર રહેશે. હવે ગુનેગારો જિલ્લામાં આવીને ગુના કરતા અટકશે.