પાર્થીવ ગોહિલે 90 મિનિટ સ્પેશિયલ
પરફોર્મન્સ આપ્યુ.
ગિફટ સિટી ગાંધીનગર ખાતે ટોક ઓફ ધ ટાઉન
ફિલ્મફેર એવોર્ડ નાઈટ 2024ની શરૂઆત થઈ ગઈ છે.જેમા અનેક બોલીવુડ સેલેબ્સ અને
ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના કલાકારોએ હાજરી આપી હતી.
આ એવોર્ડ સેરેમનીમાં પ્લેબેક સિંગર
પાર્થીવ ગોહીલનુ 90 મિનિટનુ સ્પેશિયલ પરફોર્મન્સ યોજાયુ હતુ.આ “રેડ કાર્પેટ
ઈવેન્ટના સ્પેશિયલ 90 મિનિટના પરફોર્મન્સ માટે પ્લેબેક સિંગર પાર્થીવ ગોહિલ અને
તેમની ટીમ છેલ્લા 7 દિવસથી મુંબઈમાં પ્રેકટીસ કરી રહ્યા હતા.
એવોર્ડ સેરેમનીમાં ગુજરાતી કલાકારોની
રેડ કાર્પેંટ એન્ટ્રી
રેડ કાર્પેંટ સેરેમનીમાં 20 લોકોની ટીમ
સાથે મૌસમ અને મલ્કા,દેવાંગ ટંન્ડેલ,કૌશિક ગોહિલના પણ પરફોર્મન્સ યોજાયા હતા.સાથે જ ગૌરવ ગુજરાત કી અને રાજારાણી
જેવા ગુજરાતી ગીત પણ પરફોર્મ કરાયા હતા.તેમજ ઉમંગ હઠીસિંગ,હિતુ કનોડીય,મોના થીબા,એશા કંસારા,દિશા જોશી,મલ્હાર ઠાકર અને અન્ય ગુજરાતી
કલાકારોએ રેડ કાર્પેંટ એન્ટ્રી મારી હતી.