અમદાવાદ
તા.30.01.2024
બાવળાથી
51 ઓકિસજન સિલિન્ડર ભરી વટવા જતી ટ્રકમાં બ્લાસ્ટથતાં એક શ્ચમિક કેબિનમાં જ ભડથુ
થઈ ગયો.
સોમવારે
એક આઈસર ટ્રકચાલક સરખેજ-બાવળા હાઈવે પર આવેલા સરી ગામના પાટીયા નજીક બાવળાની કંપની
અને આસપાસમાંથી 51 ખાલી ઓક્સિજન સિલિન્ડર લઈ વટવાની કંપનીમાં પરત ફરી રહ્યો હતો
ત્યારે સાંજના 4 કલાકના અરસામાં સાણંદ તાલુકાના સરી ગામના પાટીયા પાસે ટ્રકમાં આગ
લાગતા પ્રચંડ ધડાકા સાથે ટ્રકના પાછળના ભાગે રહેલા સિલિન્ડરો એક પછી એક બ્લાસ્ટ
થવા લાગયા હતા.
પ્રંચડ
ધડાકા સાથે વાયુવેગે સિલિન્ડર ઉછળતા આઈસરના કેબિનનો કચ્ચળઘાળ વળી જતાં તેમાં
બેઠેલા બે શ્ચમિકોના મોત થયા.જયારે આગળ જઈ રહેલા બાઈક પર કેબિનનો ભાગ પડતા મહિલા
સહિત ત્રણ વ્યકિતઓને ઈજા પહોંચી હતી.
સાણંદના
સરી ગામના પાટીયા પાસે ઓક્સિજન સિલિન્ડરોમાં બ્લાસ્ટ બાદ ટ્રક આગમાં ભડથુ થઈ ગઈ
હતી અને ટ્રકના પાછળના ભાગે રહેલા સિલિન્ડરો એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા
હાઈવે પર 40-40 ફૂટનાં અંતરે ઓક્સિજન સિલિન્ડરો ઉછળીને પડયા હોવાથી 45 મિનિટ સુધી
હાઈવે બ્લોક રહ્યો હતો.