ચાંદખેડા પોલીસે આરોપી અને તેના સાગરીતો સામે ગુનો નોંધી
તપાસ શરૂ કરી.
પાંચ વરસ પહેલા રસ્તા બાબતે થયેલા ઝઘડની અદાવત રાખીને એક યુવક અને તેના સાગરીતે ગુરૂવારે મોડી રાત્રે તપોવન સર્કલ પાસેના શકિત પાન પાર્લર પાસે યુવક પર 4-5 રાઉન્ડ ફાયર કર્યા હતા.
ચાંદખેડામાં રહેતા અને તપોવન સર્કલ પાસે શકિત પાન પાર્લર ધરાવતા ધર્મેશ ભરવાડ ને પાંચ વરસ પહેલા ઘર પાસે રહેતા ચંદનસિંહ ચંપાવત અને તેના ભાઈ કરણસિંહ ચંપાવત સાથે રસ્તા બાબતે ઝઘડો થતા ધર્મેશના કાકા નવઘણ ભરવાડે ફરીયાદ નોંધાવી હતી.જેનો કેશ કોર્ટમાં ચાલી રહયો છે.
ગુરૂવારે રાત્રે ધર્મેશ પોતાની દુકાને બેઠો હતો. ત્યારે સફેદ કાર
લઈને
આવેલા હરિસિંહે પાન
પાર્લરની પાછળ સર્વિસ રોડ પર હાજર ગ્રાહકો
સાથે ઝઘડો કરી
ધર્મેશને ગાળો બોલી હતી. ધર્મેશના કાકા નવઘણ
ભરવાડને જાણ થતાં
તેઓ ત્યા પહોચતા હરિસિંહે નવઘણ ભરવાડ સાથે
ઝઘડો કરીને ત્યાથી ભાગી ગયો હતો.
થોડા સમય પછી
હરિસિંહ કાર લઈને ત્યા આવ્યો હતો અને તેની
સાથે
બીજી કારમાં કેટલાક
શખ્શો પણ આવ્યા હતા હરિસિંહે ત્યાં હાજર
ધર્મેશભાઈ સાથે વાત
કર્યા વગર કારમાંથી ઉતરી રિવોલ્વર કાઢી
અંધાધુંધ ફાયરિંગ કર્યુ
હતુ. 4-5 રાઉન્ડ ફાયરીંગ કરતા લોકોમાં
નાશભાગ મચી ગઈ હતી. ચાંદખેડા
પોલીસે હરિસિંહ અને તેના
સાગરીતો સામે ગુનો નોંધ્યો હતો.
આરોપી હરિસિંહ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો.
એલ ડિવિઝન એસીપી
ડી.વી.રાણા સાહેબના જણાવ્યા અનુસાર
પોલીસની એક ટીમ ચાંદખેડામાં શ્રીજી વિલા સામેના હરિસિંહના ઘરે
તપાસ કરવા મોકલી હતી. જો કે હરિસિંહ ફરાર થઈ ગયો હોવાથી તેના
મોબાઈલ નંબરના આધારે પોલીસે વધુ તપાસ આદરી છે.હાલ
તેનો મોબાઈલ બંધ આવી રહયો છે.તેના અન્ય સાગરીતોની પણ શોધ
ચાલી રહી છે.