અમદાવાદ તા.19.01.2024
પોલીસની ગાડીઓને ટક્કર મારી ભાગવા જતો બુટલેગર 1138 બોટલ સાથે પકડાયો.
રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી આવવાની હોવાની બાતમીના આધારે પીસીબી પીઆઈ એમ.સી.ચૌધરીએ ટીમ સાથે ચાંદખેડા સારથી બીઆરતીએસ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.જો કે બુટલેગર ભાગીના જાય તે માટે પોલીસે ગાડીઓની આડસ કરીને નાકાબંધી ગોઠવી હતી.આ દરમિયાનમાં ત્યાથી દારૂ ભરેલી ગાડી લઈને આવેલા બુટલેગર કાર્તિક ઉર્ફે લડુ મુકેશભાઈ જાદવ(ઉ.વ.31)(સાબરમતિ ધર્મનગર) ને રોકવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તે પોલીસની ગાડીઓને ટકકર મારીને નાકાબંધી તોડીને આગળ ભાગી ગયો હતો.
આ દરમિયાન ફરજ પરના પોલીસ સ્ટાફે
બુટલેગરની કારનો પીછો કર્યો અને આગળથી પોલીસે તેને ઝડપી લીધો હતો.
બુટલેગરને ઝડપી પાડયા બાદ પોલીસે તપાસ
તેની ગાડીમાંથી દારૂ-બીયરની 1138 બોટલ-ટીન મળી આવ્યા હતા.જેની કિંમત રૂ. 1.48
લાખની થાય છે.
આ સાથે પોલીસે ગાડી સહિત કુલ રૂ.11.62
લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર
કાર્તિક જાદવની ધરપકડ કરી હતી.
પૂછપરસમાં આ દારૂનો જથ્થો કાર્તિક તેમજ
સાબરમતીના અન્ય બુટલેગર નિલેશ પ્રવિણભાઇ ઠાકોર,ભુટ્ટો અને મેકા ઠાકોરે મંગાવ્યો હતો.
જયારે થરાદના બુટલેગર મંગલસિંહ દરબારે આ
દારૂનો જથ્થો મોકલ્યો હતો.