અમદાવાદ તા. 21.01.2024
ગ્રુહ વિભાગે 5 ડીવાયએસપીને સરકારે એસપી તરીકેનુ પ્રમોશન આપ્યું છે.
તેમને હાલની ફરજ પરની
જ્ગ્યા ઉપર જ પ્રમોશન સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યુ છે.
બઢતી પામેલા અધિકરીઓમાં
ભુજ બોર્ડર રેંજ સીઆઈડી ક્રાઈમના નાયબ
પોલીસ અધિક્ષક વસંતકુમાર કે. નાયી,
આઈબી ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ
ડી. દેસાઈ,
સીઆઈડી ક્રાઈમના ઈકોનોમિક સેલના નાયબ
પોલીસ અધિક્ષક ભરતસંગ એમ.ટાંક,
અમદાવાદ ગ્રામ્ય પોલીસ મુખ્ય મથકનાં મેઘા
આર.તેવાર અને
અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની વિશેષ શાખાનાં
મદદનીશ પોલીસ કમિશનર રીમા એમ.મુનશીનો સમાવેશ થાય છે.
આ અધિકારીઓની નોકરીની જ્ગ્યા પરથી બદલી
કરાઈ ન હોવાથી તેઓ સંબંધિત સ્થળે પોલીસ અધિક્ષક કે નાયબ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત
રહેશે.
જોકે આગામી સમયમાં લોકસભાની ચૂંટળીને ધ્યાનમાં
રાખને રાજય સરકારનો ગ્રુહ વિભાગ મોટાપાયે બદલી કરશે.
બદલીના આ હુકમોમાં જિલ્લાના પોલીસવડા તથા શહેરમાં કમિશનર કચેરીના અધિકારીઓ બદલાશે.