Jan 03, 2024, અમદાવાદઃ
ગુજરાતના
એક એવા IPS જેમને
રાજકીય આકાઓની જી હજૂરી કરવાને
બદલે
પોતાના કામથી પોતાનું નામ બનાવ્યું છે. ખિસ્સામાં રાજીનામું લઈને ફરતા આ અધિકારીની
શરૂઆતના 6 વર્ષમાં 8 બદલીઓ થઈ ગઈ હતી. ગુંડાઓ તો છોડો
પોલીસ કર્મીઓમાં એમના નામનો એટલો ફફડાટ છે કે તેઓએ અત્યારસુધી 150 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી
ચૂક્યા છે. જ્યાં બદલી થાય ત્યાં તેમનો આકરો તાપ હોય છે. હાલમાં સ્ટેટ મોનીટરિંગ
સેલમાં ફરજ બજાવતા નિર્લિપ્ત રાયે જ્યારે અમરેલી છોડ્યું ત્યારે ફૂલડે વધાવાયા
હતા.
જેઓની કામગીરીને પગલે તેઓ સામે
નારાજગી પણ એટલી જ હતી પણ લોકોનો પ્રેમ પણ એમને એટલો જ મળ્યો છે. અમરેલીનો ચાર્જ
લેતાં ગુંડાઓ ઠીક પણ અમરેલી પોલીસમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. અમરેલી જિલ્લામાં
તેમના પોણા 4 વર્ષના
શાસન દરમિયાન એમને માત્ર પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યા છે. અહીં પોણા 4 વર્ષ દરમ્યાન ફરજ પર બેદરકારી અને
ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા પોલીસકર્મીઓ વિરુદ્ધ પર તવાઇ બોલાવી હતી. કાયદો
કોને કહેવાય અને કાયદા પ્રમાણે કેવી રીતે ફરજ બજાવાય તેવા અમરેલીમાં અનેક દાખલા
છે. એક પીએસઆઈએ તો એમની સામે આક્ષેપો કરતાં અમરેલીની પ્રજા એમના બંગ્લા સુધી
પહોંચી હતી. અમરેલીમાંથી એમને વિદાય લીધી ત્યારે આ અધિકારીને અમરેલીની પ્રજાએ
ફૂલડે વધાવ્યા હતા.
આકરો સ્વભાવ અને નોન કરપ્ટેડની છાપ
નિર્લિપ્ત રાયની અમરેલીમાં બદલી
થતાં જ તેમને તમામ ગુંડાઓની યાદી તૈયાર કરાવી હતી અને તેમને સમજાય છે તે જ ભાષામાં
વાત કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો. નીર્લિપ્ત રાયના આદેશ બાદ અમરેલી પોલીસ
હરકતમાં આવી અને ગુંડાઓને પકડી તેમની ભાષામાં સમજાવવા લાગી હતી, જે ગુંડાઓની રંજાડને કારણે અમરેલીના લોકો
ધ્રુજતા હતા તેમનું સરઘસ બજાર વચ્ચે કાઢી લોકોની માફી મગાઈ હતી. આકરો સ્વભાવ અને
નોન કરપ્ટેડની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયની આ બદલીને કારણે સ્ટેટ મોનીટરીંગ
સેલ હાલમાં ધમધમી રહ્યો છે. તમને યકીન નહીં થાય પણ પોલીસ માટે હંમેશાં
વિરોધપક્ષના નેતાઓ માછલાં ધોતા હોય છે પણ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા જીગ્નેશ
મેવાણીએ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા પેપર લીકની ઘટનાની તપાસની થાય તેવી
સરકાર પાસે માગ કરી હતી. મેવાણીએ આ ઘટના બાદ સરકાર પર આકરા પ્રહારો કરી
કહ્યું હતું કે જ્યાં સુધી પ્રામાણિક અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી આવા પેપર લીકની
તપાસ કરવામાં આવશે નહીં. આ એક અધિકારીની કામગીરીની પ્રસંશા હતી.
13 વર્ષથી સિવિલ
સર્વિસમાં-
IPS અધિકારી
નિર્લિપ્ત રાયની વાત કરીએ તો તેઓ 2010ની બેચના IAS અધિકારી છે. નિર્લિપ્ત રાય મૂળ
ઉત્તર પ્રદેશના, ગુજરાત
રાજ્યના મોનિટરિંગ સેલ (SMC)માં પોલીસ
અધિક્ષક છે. નિર્લિપ્ત રાયે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની જવાબદારી
નિભાવી છે. જેમાં અમરેલી, સુરત અને
અમદાવાદનો સમાવેશ થાય છે. રાય છેલ્લા કેટલાક સમયથી આઈબીમાં પણ ફરજ બજાવી ચૂક્યા
છે. 28 ફેબ્રુઆરી, 1983ના રોજ જન્મેલા નિર્લિપ્ત રાયે
વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તાજેતરમાં જ તેમને પ્રમોશન પણ મળ્યું હતું. એક
સમયે ગુજરાત સરકારના નિવૃત્ત મુખ્ય સચિવ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર વરેશ
સિન્હાની દીકરી સુરિના સિન્હા સાથે તેમના લગ્ન થયા છે. સુરિના સિન્હાના બહેન અને નિર્લિપ્ત રાયના સાળી લવિના
સિન્હા પણ IPS છે. જેઓ અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે.
ડેશિંગ ઓફિસરની છબી-
30 ઓગસ્ટ, 2010ના રોજ સિવિલ સર્વિસ સાથે
સંકળાયેલા નિર્લિપ્ત રાયની ક્ષમતાને જોતા તેમને સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપીની
જવાબદારી સોંપવામાં આવી હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં તેણે ડ્રોન દ્વારા ગેરકાયદેસર
રીતે દારૂનું ઉત્પાદન કરતા 9 ગુનેગારોને પકડ્યા હતા. રાયની છબી એક દોષરહિત અને સ્વચ્છ
અધિકારીની છે. સિવિલ સર્વિસ સિવાય રાયને વાઇલ્ડ ફોટોગ્રાફીનો શોખ છે. નિર્લિપ્ત
રાય તેમની 13 વર્ષની
કારકિર્દીમાં તે 110 પોલીસ
અધિકારીઓમાં સામેલ છે. જેમને ડીજીપી પ્રસંશા ચંદ્રકો મળ્યા છે. IPS બનતા પહેલા નિર્લિપ્ત રાયે એક
કોલેજમાં પ્રોફેસર હતા. પ્રમોશન બાદ નિર્લિપ્ત રાય SSPના રેન્ક પર પહોંચી ગયા હતા.
રાય મજબૂત એક્શન માટે જાણીતા-
તાજેતરમાં
ભરૂચ જિલ્લાના પોલીસકર્મીઓ દારૂના ધંધાર્થીઓની જાસૂસી કરતા હોવાનું બહાર આવ્યું
હતું. તેઓ
તસ્કરોને પોલીસ લોકેશન આપતા હતા. તો સ્ટેટ
મોનિટરિંગ સેલના એસપી તરીકે રાયે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. થોડા દિવસો
પહેલા 11 જાન્યુઆરી 2023ના રોજ
નિર્લિપ્ત રાય દાહોદમાં દારૂ માફિયાઓને પકડવા ગયો હતો ત્યારે ત્યાં દારૂ માફિયાઓએ
ગોળીબાર કર્યો હતો. સપ્ટેમ્બર 2020માં જ્યારે
એસપી નિર્લિપ્ત રાયે પોલીસ ક્વાર્ટર્સની તપાસ કરી હતી, ત્યારે તેમણે 12 પોલીસકર્મીઓના
ઘરોમાંથી સંપત્તિ જપ્ત કરી હતી. ત્યારે પણ તેમણે તમામ સામે કાર્યવાહી
કરી હતી. જેમાં પાંચ મહિલા પોલીસકર્મીઓ સામેલ હતી. સપ્ટેમ્બર 2021 માં જ્યારે
નિર્લિપ્ત રાય એસપી અમરેલી હતા, ત્યારે તેઓ
દરિયામાં સ્નાન કરી રહ્યા હતા અને જોરદાર મોજામાં વહી જવાથી બચી ગયા હતા. આ પોસ્ટિંગ
દરમિયાન તેને સાપ પણ કરડ્યો હતો. આમ 2 વાર તેમનો
જીવ બચી ગયો છે. હાલમાં સ્ટેટ મોનીટરિંગ સેલમાં ફરજ
બજાવતા આ IPSનો એટલો
ફફડાટ છે કે રાજ્યનો દરેક અધિકારી એમ વિચારે છે કે આ અધિકારીની નજરે ના ચડી જવાય.