તા.16.01.2024 સુરત
જમણવાર છોડીને 3 પોલીસ જવાન બાળકીને લોહી આપવા માટે દોડયા.
સુરતમાં ઉતરાયણનો તહેવાર ઉજવાઇ રહ્યો હતો ત્યારે લોકોની સુરક્ષા માટે શહેર પોલીસ તેહનાત હતી.
રાંદેલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી. બંદોબસ્તમાં જોતરાયેલા પોલીસ કર્મીઓ માટે રાંદેલ પોલીસ સ્ટેશનમાં ઉંધીયુ પુરીનુ ભોજન રાખવામાં આવ્યુ હતુ.પોલીસ કર્મીઓ જમી રહયા હતા તેવામાં એક લાચાર પિતા પોલીસ મથકે આવ્યા હતા.પોલીસે પૂછતા જ આ પિતાએ
કહ્યુ કે તેની 15 વર્ષની દિકરી આંતરડાની બીમારીથી પીડાઈ રહી છે. તેને તાત્કાલિક
બી-પ્લસ ફ્રેશ લોહીની જરૂર છે.
આ સાંભળતા બી-પ્લસ લોહી
ધરાવતા ભાવિન ઝાંઝમેરા,કીરીટસિંહ અને વિપુલ સાંભાભાઈએ તૈયારી બતાવી હતી.અને જમણવાર છોડીને લાચાર
પિતા સાથે હોસ્પિટલ પહોચી રક્તદાન કર્યુ પોલીસની માનવતા જોઈ દિકરીના પિતાની આંખોમા
આંસુ આવી ગયા હતા.
પોલીસ વિભાગમાં માનવતાનુ
આવુ ઉમદા ઉદાહરણ આપનાર ભાવિન ઝાંઝમેરા,કીરીટસિંહ અને વિપુલ
સાંભાભાઈને કોટી કોટી વંદન