બીસીસીઆઈના સચિવ જય શાહ ત્રીજીવાર એશિયન ક્રિક્રેટ પરિષદ (એસીસી)ના અધ્યક્ષ બન્યા છે.
જય શાહના કાર્યકાળના
વિસ્તાર અંગેનો પ્રસ્તાવ શ્રીલંકા (એલએસી)નાં અધ્યક્ષ શમ્મી સિલ્વાએ બીજીવાર આપ્યો
હતો અને તેમના નામાંકનને એસીબીના બધા જ સભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો.
જય શાહે
જાન્યુઆરી-2021માં બાંગ્લાદેશ ક્રિક્રેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાસેથી એસીસીની
કમાન સંભાળી હતી.જેના કારણે તેઓ એસીસીના અધ્યક્ષ તરીકે નિમણુક પામનારા સૌથી નાની
વયના વહીવટદાર બની ગયા હતા.
જય શાહના નેતૃત્વમાં
એસીબીએ સમગ્ર એશિયા વિસ્તારમા ક્રિક્રેટને પ્રોત્સાહન આપવા અને વિકસિત કરવામા
મહત્વની પ્રગતિ મેળવી છે.એસીસીએ 2022માં ટી20 ફોર્મેટ અને 2023માં વન-ડે
ફોર્મેટમાં એશિયા કપનુ સફળતાપૂર્વક આયોજન કર્યુ હતુ.
આઈસીસીના પ્રમુખ પદની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની છે.
આઈસીસીના પ્રમુખપદ માટે
જય શાહ દ્ધારા ચુંટણી લડવાની સંભાવના હતી પરંતુ બુધવારે એસીસીના પ્રમુખ પદ તરીકેનો
તેમનો એક વર્ષનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે.આથી હવે કદાચ તેઓ આઈસીસીના પદ માટે
ચૂંટણી ન પણ લડે.
શ્રીલંકા ક્રિક્રેટના
અધ્યક્ષ શમ્મી સિલ્વા,ઓમાન ક્રિક્રેટના અધ્યક્ષ અને એસીસીના નાયબ અધ્યક્ષ નજમલ
હસન અને અફધાનિસ્તાન ક્રિક્રેટ બોર્ડના અધ્યક્ષ મિરવાસ અશરફે એશિયન શ્રેત્રમાં
ક્રિક્રેટને પ્રોત્સાહન અને વિકસિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદક જય શાહની
પ્રસંશા કરી હતી.
જય શાહે સહુનો આભાર માન્યો.
જય શાહે સહુનો આભાર
માંતા કહ્યુ કે ,”હુ એસીસી બોર્ડના સતત વિશ્વાસ માટે તેમનો આભારી છુ.”
અમારે એ શ્રેત્રો પર
વિશેષ ધ્યાન આપવાની સાથે રમતના સર્વાંગી વિકાસને સુનિશ્રિત કરવા માટે પ્રતિબદ્ધ
રહેવુ જોઈએ.જ્યા તે હજુ પણ પોતાની પ્રારંભિક અવસ્થામા છે.એસીસી સમગ્ર એશિયામા
ક્રિક્રેટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.