ગાંઘીઘામ તા.04.02.2024
ગાંઘીઘામના ગળપાદર જેલ પાછળની વસાહતમાથી 19.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે મહિલા પકડાયાના ચાર દિવસના ગાળામાં જ એસઓજીએ રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેશન તરફ જતાં પંજાબના ઈસમને રૂ.23.59 લાખના કોકેઈન સાથે પકડી લેતાં સંકુલમા અઠવાડીયામા જ બીજી વખત માદક પદાર્થનો વેપલો પોલીસને હાથ લાગ્યો છે.
પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એન.એન.ચુડાસમાએ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબનો ઈસમ દેખાતા સાંકેતિક ઈશારો મળ્યા બાદ તેને કોર્ડન કરી તલાશી લેતા તેની પાસેથી મળેલી મખમલની નાની થેલીમાથી ગાંગડા અને પાવડર સ્વરૂપનો પદાર્થ મળ્યુ હતો.
રાસાયણિક પરિક્ષણ કરતાં પ્રાથમિક દ્રષ્ટીએ કોકેઈન હોવાનુ બહાર આવ્યુ હતુ.પોલીસે વજન કરી રૂ.23,59,000 ની કિંમતના 23.590 ગ્રામ કોકેઈનના જથ્થા સાથે કુલવિન્દરસિંધની અટક કરી હતી.
જયારે આ જથ્થો મોકલનાર પંજાબનો કિરણ પહેલવાન ફરાર છે.