અમદાવાદ
તા.06.02.2024
શંકા ન પડે
તે માટે ગાડી પાસે પહેલા બાળકને રમવા માટે મૂકી દેતા.
બન્ને
ભાઈઓએ છેલ્લા 1 જ વર્ષમાં 30થી વધુ ગાડીઓના કાચ તોડીને અંદાજે રૂ.50 લાખની ચોરી
કરી હતી.આ પૈસામાંથી બન્ને ભાઈએ વટવામાં 3 મકાન અને વતન આંધ્રપ્રદેશમાં જમીન ખરીદી
લિધી હતી.
એસ.જી.હાઈવે
તેમજ ખુલ્લા પાર્કીંગ,સોસાયટી કે
કોમ્પ્લેક્ષ બહારના પાર્કીંગમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડીને ચોરી કરતી ટોળકી
સક્રીય થઈ હતી.જેમાં ઘણી બધી જગ્યાએ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યુ કે બે યુવાન એક
બાળક સાથે આવીને ચોરી કરતા પહેલા બાળકને કાર પાસે રમવા મૂકી દેતાં અને પછી કાચ
તોડીને ગાડીમાંથી ચોરી કરતા.
આ દરમિયાનમાં ઝોન-1 ડીસીપી ડૉ.લવીના સિંહાની એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે તેમણે વટવામાં રહેતા બે ભાઈ આકાશ હનુમંત ગાયકવાડ અને શંકરે હનુમંત ગાયકવાડને ઝડપી લીધા હતા.