આણંદ
તા.07.02.2024
આણંદ
પાસેના નાવલી-નાપાડ રોડ પર ગુરૂવારે રાત્રે નાપાડના નબીરા જેનીશ પટેલે બેફામ ગાડી
હંકારી ત્રણ બાઈકને અડફેટમા લઈને સાત વ્યક્તિઓને કચડી નાખ્યા હતા.જેમા ચારના મોત
થયા હતા.
આ
પ્રકરણમાં જેનીશને પણ ઈજા પહોચી હોઈ તે શનિવાર સુધી આણંદની ખાનગી હોસ્પિટલમાં
સારવાર હેઠળ હતો.તબીબે રજા આપતા જ આણંદ પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમા રજુ કરી છઠી
ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જેલમા મોકલી
આપવાનો હુકમ કર્યો હતો.
નાપાડ-નાવલી
રોડ પર રાત્રે 10.30 વાગ્યના અરસામા ત્રણ બાઈક જઈ રહ્યા હતા ત્યારે આણંદમા મિત્રો
સાથે પાર્ટી કરીને પૂરઝડપે કાર લઈને જતા નાપાડના નબીરા જેનીશ પટેલે ત્રણ બાઈકને
અડફેટમા લઈને સાત જણાને કચડી નાખ્યા હતા જેમા ચારના મોત નીપજયા હતા.જેમા અરવિંદ
ઉર્ફે પિન્ટો,ભરત પરમાર,આણંદ હોમિયોપેથીક કોલેજના વિધાર્થી અંકિતા વાલજી બલદણિયા અને જતીન લાલજી
હડિયાનો સમાવેશ થાય છે.જયારે અંકિતા ગુપ્તા સહિત 3 વ્યક્તિને ઈજા થઈ હતી.
આ અંગે
તપાસ કરતા અધિકારી પીએસઆઈ એચ.એમ.રાણા સાહેબે જણાવ્યુ હતુ કે જેનીશ પટેલ આણંદમા જ
હતો અને દારૂ પીધો હતો,જોકે કયા
હતો અને કોની સાથે પાર્ટી કરી હતી તે હજુ સ્પષ્ટ જણાવતો નથી.પરંતુ તેના તબીબી
રિપોર્ટમા તે દારૂ પીધેલો હોવાનુ સ્પષ્ટ થયુ છે.તે સિવાય પણ તે 80થિ વધુની સ્પીડમા
હતો એવુ કહે છે.