અમદાવાદ
તા.08.02.2024
કોર્ટના
ધક્કા ખાઈને આશા છોડી દીધી પણ પોલીસે ચોરી થયેલા 1372 વાહન,દાગીના તથા રોકડ મળી 33.22 કરોડનો મુદ્દામાલ માલિકને પરત અપાયો.
ચોરી થયેલી
વસ્તુઓ મૂળમાલિકને પાછી અપાવવા માટે પોલીસે “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ શરૂ
કર્યો છે.જેમા ચાર મહિનામા પોલીસે વાહન,દાગીના,રોકડ મળીને રૂ.33.22 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પાછો આપ્યો છે.
જેમા 23
વર્ષ અગાઉ યુવકના ઘરમાથી ચોરી થયેલા રૂ.60 હજારના દાગીના પરત અપાવ્યા હતા.ત્યારે
ભાવુક બની ગયેલા 50 વર્ષીય અબ્દુલ્હમીદ શેખે કહ્યુ કે 23 વર્ષ પહેલા તેઓ
દાણીલીમડામાં રહેતા હતા ત્યારે તેમના ઘરમાથી રૂ.60 હજારના દાગીનાની ચોરી થઈ હતી.જે
અંગે તેમણે પોલીસ ફરીયાદ નોંધાવી હતી લગભગ પાંચ વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાધા પછી
અમે દાગીના પાછા મળવાની આશા છોડી દીધી હતી.જયારે થોડા દિવસ પહેલા જ પોલીસ અમને
શોધતી અમારા શાહઆલમમા અમારા ઘરે આવી હતી અને કહ્યુ હતુ કે તમારા દાગીના મળી ગયા છે
અને તમને પાછા આપવાના છે.જેથી તમે દાણીલીમડા પોલીસ સ્ટેશન આવી જજો.
આટ્લા વર્ષ
પછી અમારા ચોરી થયેલા દગીના પાછા મળતા પોલીસનો આભાર માન્યો હતો.
પોલીસ
કમિશનર જી.એસ.મલિકે જણાવ્યુ હતુ કે ચાર મહિનામા 55હજાર લિટર દેશી દારૂ અને 6 લાખના વિદેશી દારૂ સહિત રૂ.8.15 કરોડના દારૂનો નાશ
કરાયો છે.જયારે આ કાર્યક્રમ હેઠળ ચોરી થયેલા રૂ.20.34 કરોડના 1372 વાહન માલિકોને
પાછા આપવામા આવ્યા છે.