ભાવનગર
તા.07.02.2024
ગેમિંગની
લતે ચઢેલો ભાવનગરનો યુવાન એન્ઝાઈટી અને ડિપ્રેશનનો શિકાર બન્યો.
મોબાઈલ
ફોનના વ્યસની બની ગયેલા યુવક-યુવતીઓ હવે ઓનલાઈન ગેમિંગના આદી બનવાની સાથે સાથે
માતબર રકમ ગુમાવી રહ્યા હોવાથી આ એક ગંભીર સમસ્યા બની રહી છે.
ગેમિંગમા
માતબર રકમ ગુમાવી રહેલા લોકો હવે માનસિક રોગના શિકાર બની રહ્યા છે.
ભાવનગરમા
રહેતા એક 25 વર્ષના યુવકે ચાર માસમા ઓન લાઈન ગેમિંગ રમીને 20 લખ જેવી માતબર રકમ
ગુમાવતા માનસિક સ્વાસ્થય ગુમાવનારા આ યુવકની હાલ સારવાર શરૂ કરવામા આવી છે.
મનોચિકિત્સક
ડૉ.શૈલેશ જાનીએ જણાવ્યુ હતુ કે મોટાભાગના વાલીઓની ફરીયાદ હોય છે કે તેમના સંતાનો
સતત્મોબાઈલ ફોનમા રચ્યા પચ્યા રહે છે.મોબાઈલ ફોનમા સતત સક્રિય રહેતા યુવાનો હવે ઓન
લાઈન ગેમિંગના શિકાર બની રહ્યા છે.
તાજેતરમા
ડિપ્રેશનનો શિકાર બનેલા એક યુવકને તેના માતા-પિતા અને પત્નિ સારવાર માટે લાવ્યા
હતા.પુછપરછમા આ યુવકે જણાવ્યુ કે છેલ્લા ચાર માસથી તે ઓન લાઈન ગેમ રમી રહ્યો છે
અને અત્યાર સુધીમા તેણે 20 લાખ જેવી રકમ ગુમાવી છે.યુવકે જણાવ્યુ હતુ કે શરૂઆતમા
તે થોડીઘણી રકમ કમાયો હતો જો કે ત્યાર બાદ તે સતત નાણા ગુમવવા લાગ્યો હતો.
બચતના નાણા
હારી જતા જુગાર રમવા માટે તેણે અનેક લોકો પાસેથી ઉછીના નાણા લીધા હતા.તે રકમ પણ
તેણે ગુમાવી હતી એટલે તેણે ઓન લાઈન લોન લીધી હતી અને તે રકમ પણ તે હારી ગયો
હતો.હાલ તેને 20 લાખ ચુકવવાના છે.અને આ રકમ કઈ રીતે ચુકવવી તે તેને સમજાતુ નથી.
તબીબી
જણાવ્યુ કે માતબર રકમ ગુમાવનાર આ યુવક હાલ ડિપ્રેશન અને એન્ઝાઈટીનો શિકાર બન્યો
હોય તેને મેડીસિન આપવાની સાથે સાથે તેનુ કાઉન્સિલિંગ શરૂ કરવામા આવ્યુ છે.
આ તો માત્ર
એક ઉદાહરણ છે પરંતુ આવા અનેક યુવક-યુવતીઓ ઓન લાઈન ગેમિંગનો શિકાઅર બની માતબર રકમ
ગુમાવી રહ્યા હોય મોબાઈલ ફોનમા સતત રચ્યા પચ્યા રહેતા સંતનો અંગે વાલીઓએ સતર્કતા
દખવવી જોઈએ.