કોમેડી અંદાજથી ટીવી સીરિયલ-ફિલ્મોના દર્શકોને લોટપોટ કરતા
દિગ્ગજ અભિનેતા અશોક સરાફ સૌકોઈ માટે જાણીતુ નામ છે.
અશોક સરાફ પહેલા મરાઠી થિયેટરમા કાર્યરત હતા.મરાઠી ફિલ્મ
“આશિ હિ બનવા-બનવી”-“વજીર”જેવી ફિલ્મોથી સફળતા મેળવી તેમણે હિન્દી ફિલ્મો અને
સીરિયલમા ન્શીબ અજમાવ્યુ જોકે આજે પણ થિયેટર તેમનો પહેલો પ્રેમ છે.
અશોક સરાફે સલમાન ખાન અને શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ
“કરન-અર્જુન”માં મુંશીનો રોલ ભજવ્યો હતો.તેમા તેમનો ડાયલોગ “ઠાકુર તો ગીયો” આજે પણ
લોકોના મોઢે સાંભળવા મળે છે.આ ઉપરાંત 1990ની લોકપ્રિય સીરિયલ”હમ પાંચ”માં આનંદ
માથુરના રોલમા દર્શકોનુ દિલ જીતી લીધુ હતુ અને આ જ કારણે આ શો 9 વર્ષ સુધી ચાલ્યો
હતો.આ ઉપરાંત “સિંધમ””ઘર ઘર કી કહાની””પ્યાર કિયા તો ડરના ક્યા””જોડી નંબર-1””મુદ્દત”અને”દિલ
હી તો હૈ”જેવી 40 કરતા વધારે હિન્દી ફિલ્મોમા તેમણે અભિનય કર્યો છે.
મનોરંજનની દુનિયામા આવ્યા તે પહેલા અશોક સરાફ સરકારી નોકરી
કરતા હત.પણ તેઓ ગ્લેમર વર્લ્ડમા પોતાની ઓળખ બનાવવા માગતા હતા.અને આ લાલસા તેમને
અભિનય ક્ષેત્રમા ખેંચી લાવી.તેમના પિતા ઈચ્છતા હતા કે અશોક સરાફ અભ્યાસ પછી કોઈ
સારી નોકરી કરે.તેમને પિતાની ઈચ્છાનુ માન પણ રાખવુ હતુ અને પોતાની ઈચ્છા પણ પૂરી
કરવી હતી.આ કરણે તેમણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામા નોકરી કરી અને સાથે સાથે થિયેટરમા
પણ જોડાયા અને નાટકોમા ભાગ લેતા રહ્યા.