સરદારનગરમાં ચાર મહિલા સહિત 11
બુટલેગરની ધરપકડ
અમદાવાદ નશામુક્ત અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાંચનાં 200 પોલીસ કર્મચારીની 16 ટીમોએ સરદારનગરમાં એક સાથે 4 ક્લાક કોમ્બિંગ કર્યુ હતુ.
જેમાં દેશી-વિદેશી દારૂના 11 કેશ કરીને 4 મહીલા સહિત 11 બુટલેગરની ધરપકડ કરવમાં આવી હતી.
4 કલાક સુધી ચાલેલા આ કોમ્બિંગમાં પોલીસે
દારૂની 147 બોટલ અને 263 લિટર દેશી દારૂ અને દારૂ બનાવવાનો 600 લિટર વોશ કબજે
કર્યો હતો.
સરદારનગર વિસ્તારમાં ઘર કરી ગયેલી બદી
ઉપર બ્રેક લગાડવા માટે પોલીસે નશામુકત અભિયાન શરૂ કર્યુ છે.
જેના ભાગ રૂપે ક્રાઈમ બ્રાંચના 2 પીઆઈ
સહિત 200 પોલીસ કર્મચારીઓએ સરદારનગર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
આ બુટલેગરોની ધરપકડ કરવામાં આવી.
1 રીપેશ માછરેકર
2 ગબ્બરસિંહ તમાયચે
3 અનિલ ધર્મડે
4 નવતમ ગુમાનેકર
5 કાળીબેન છારા
6 તુષાર ઈન્ર્દેકર
7 મહેશ જાદવ
8 રન્ના માલાવત
9 મનીષ લદાણી
10 સંગીતાબહેન તમાયચે
11 સુમન તમાયચે