અમદાવાદ તા.23.01.2024
ફેકટરી માલિકના ઘરમા ચોરી કરનાર ઘરઘાટી
સીસીટીવીમાં લોકર ઉપાડી જતો દેખાયો.
સેટેલાઈટની સુમધુર સોસાયટીમાં રહેતા રોહનભાઈ અગ્રવાલ (ઉ.39) વટવા જીઆઈડીસી ફ્રેઝ-1માં રોહન ડાઈન નામની ફેકટરી ધરાવે છે.તેમણે નોધાવેલી ફરીયાદ અનુસાર તેઓ પિતા રાધેશ્યામ,માતા ઈન્દુબહેન પત્ની સુપ્રિયબહેન,દિકરો શિવાંસ(ઉ.10)અને દિકરી પ્રિયા (ઉ.3) સાથે રહે છે.
રોહનભાઈના ઘરે બે વર્ષથી રીટા રાય
(ઉ.41) બેબી કેરટેકર તરીકે નોકરી કરે છે.જયારે ભીમજી નાથુજી પ્રજાપતિ(ડુંગરપુર,રાજ્સ્થાન)ડ્રાઈવર તરીકે અને રમેશ
ચક્રબોતીં આશિષ ચક્ર્બોતી (પક્ષિમ બંગાલ) બે મહિનાથી તેમના બંગલે નોકરી કરતો હતો.
20 જાન્યુઆરીએ સવારે છ વાગે
સુપ્રિયાબહેન મુંબઈ ગયા હતા.જયારે રોહનભાઈ અને પિતા રાધેશ્યામ ફેકટરી પર ગયા
હતા.જયારે ઈન્દુબહેન અને ત્રણ નોકર આખો દિવસ ઘરે જ હતા.21મી સવારે 11.30 વાગ્યે
સુપ્રિયાબહેન પાછા આવ્યા હતા અને દાગીના તિજોરી(લોકર)માં મૂકવા બેડરૂમમા ગયા
હતા.પરંતુ લોકર ન હતુ.
તે લોકરમાં રોકડા રૂ.1.85 લાખ તેમ જ
સુપ્રિયાબહેન અને ઈન્દુબહેનના સોનાના અને ડાયમંડ્ના રૂ.28.45 લાખની કિંમતના દાગીના
મુકેલા હતા.
આથી રોહનભાઈએ બંગલાના સીસીટીવીના ફુટેજ
ચેક કરતા રમેશ ચક્રબોતિ એક મોટો થેલો લઈને બંગલાની બહાર જતો દેખાયો હતો.
આથી રમેશભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ
નોંધાવતા પોલીસે ગુનો નોંધી એક ટીમ પક્ષિમ બંગાલ મોકલવામાં આવશે.