અમદાવાદ તા.23.01.2024
સ્ટાફ માટે નાસ્તો આવતો અને તેના
કચરામાં સોનુ છુપાવીને લઈ જતા.
સરખેજ શાંતિપુરા ગોકુલધામ સોસાયટીમાં
રહેતા મયંક શાહ ચાંદલોડીયા જ્ઞાનજ્યોતિ વિધાલયની બાજુમાં આવેલી આલ્ફા શોપીંગ
સેન્ટરમાં લાભ લક્ષ્મી ઓર્નામેંટ નામથી પોતાની 5 દુકાનમાં સોનાના દાગીના બનાવીને
વેચતા હતા.
મયંક શાહને ત્યાં નોકરી કરતા બે કારીગર
મિથુનદાસ સુકુમાર દાસ અને સોવિકદાસ આઠ મહિનામાં ટુકડે ટુકડે નાશ્તાની કચરાની
થેલીમાં છુપાવીને રૂ.96.83 લાખની કિંમતના દાગીના ચોરી ગયા હતા.
જોકે તે બન્ને ન્યુ રાણીપ અને ચાંદલોડીયામાં રહેતા હતા અને ત્યાથી વતન ભાગી જાય તે પહેલા જ પોલીસે બન્નેને ઝડપી લીધા હતા.