અમદાવાદ
તા.24.01.2024
દાણીલિમડાની ઘટ્ના,દોઢ વર્ષ પહેલા બિનવારસી હાલતમાં લાશ મળી હતી.
સાબરમતી નદીમાંથી તા.30.10.2022ના રોજ કોહવાઈ ગયેલી હાલતમાં 40 થી 50 વર્ષના એક યુવાનની બિનવારસી હાલતમાં લાશ મળી આવેલી.લાશના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવાનનુ ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનુ પુરવાર થયુ હતુ.પોલીસે મ્રુતદેહની ઓણખવિધિ શરૂ કરી હતી.જેમાં મરનાર દાણીલીમડામાં અમન સ્કુલની બાજુમાં રહેતા મહેરબાંખાન હોવાનુ જાણવા મળ્યુ હતુ.
જેની તપાશમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ
એમ.એલ.સાલુકેને બાતમી મળી હતી કે મરનાર મહેરબાનખાનના પત્ની સાફીયાખાતુનને નજીકમાં
રહેતા અહેમદ મુરાદ મુજજ્મીલ તુર્ક સાથે પ્રેમ સંબંધ છે.
જેથી તેમણે બન્નેની ઉપર વોચ ગોઠવી
હતી.બન્નેની શંકાસ્પદ હીલચાલ જણાતા પોલીસે બન્નેની પૂછપરછ કરી હતી.જેમા બન્નેએ
મહેરબાનખાનની હત્યા કરી હોવાનુ કબુલ્યુ હતુ.બન્નેએ પોલીસને જણાવ્યુ હતુ કે
મહેરબાનખાન,અહેમદ મુરાદ,અને સાફીયાખતુન ત્રણેય એક જ
જ્ગ્યાએ છુટક મજૂરી કામ કરતા હતા.તેઓ પરિચયમાં આવતા સાફિયાખાતુન અને અહેમદ મુરાદ
વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.આ પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી જતા દંપતી વચ્ચે ઝઘડા
થતા હતા.જેથી પત્નીએ પતિને ઘેનની ગોળી કોફીમાં
ભેળવીને પીવડાવી બેભાન કરી પ્રેમી સાથે
મળી રસીથી ગળુ દબાવી પતીની હત્યા કરી લાશ બાઈક પર લઈ જઈને નદીમાં ફેંકી આવ્યા હતા.
કોઈ જોઈ ના જાય એટલે સવારે 4.30 વાગ્યે
લાશ ફેકી
મહેરબાનખાનની હત્યા કર્યા બાદ
સાફીયાખાતુન અને અહેમદ મુરાદે 3 થી 4 કલાક સુધી લાશને ઘરમાં જ મૂકી રાખી હતી.ત્યાર
બાદ સવારે 4.30 વાગ્યે બાઈક પર વચ્ચે મહેરખાનની લાશ લઈ ત્રણ સવારીમાં ઘરેથી
નીકળીને ક્રોઝી હોટેલ,ગુલાબનગર ચાર રસ્તા થઈ,ખોડીયારનગર ચાર રસ્તા થઈને બ્રિજની નીચેથી વાસણા બેરેજ તરફ ગયા હતા અને ત્યાં
નદીમાં લાશ ફેકી તેની પર તાડના ઝાડના મોટા પાંદડાં ઢાંકી દીધા હતા.