દાહોદ તા.24.01.2024
પોલીસને જોઈ ઈનોવા ચાલક ડિવાઈડર કુદાવી
ભાગ્યો.
દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ ઉપર
વાહન ચેકીંગમાં રાતના ત્રણ વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશ તરફથી આવેલી
એમએમ-13-ડીએચ-0240 નંબરની ઈનોવા કારનો ચાલક ચેકપોસ્ટથી પોલીસનો રોકવાનો સંકેત
અવગણીને પૂરપાટ આગળ વધી ગયો હતો.ત્યારે પોલીસ પાછળ પડતાં તેણે ડિવાઈડર કૂદવીને
રોંગ સાઈડમાં કાર હકારી મૂકી હતી.જેથી પોલીસે પીછો કરતા કાર કતવારા બજારમાં થઈને
આગાવાડાના અંતરીયાળ રસ્તા ઉપર વળી ગયો જઈને ગાયબ થઈ ગઈ હતી.
જેથી કારની તલાશ માટે પરોઢના સમયે
અંતરીયાળ વિસ્તારમાં ડ્રોન ઉડાડતા તે ખંગેલાથી 15 કિમી દુર સીમલીયાખુર્દ ગામના દેવ
ફળીયા સ્થિત અંતરીયાળ એક ખેતરમાં રેઢી પડી હોવાનુ જોવા મળી હતી.
આ કારમાંથી 6.84 લાખ રૂપિયાના અફીણના
જીંડવા સાથે ચાર જુદી જુદી નંબર પ્લેટો પણ મળી આવી હતી.