અમદાવાદ તા.24.01.2024
ફરાર આરોપીને પકડવા સીઆઈડીએ 20 હજારનુ ઈનામ
રાખયુ હતુ.
કરતાલસિંહ અશોક જાડેજાના પેટા એજન્ટ તરીકે કામ કરતો હતો.તે પૈસા ત્રણ ગણા કરવા માટે રોકાણકારો લાવતો હતો.
કરતાલસિંહ 15 વર્ષથી ફરાર હોવાથી સીઆઈડી
ક્રાઈમબ્રાંચે તેને પકડવા માટે રૂ.20 હજારનુ ઈનામ જાહેર કર્યુ હતુ.
મહાઠગ અશોક જાડેજાએ પોતાની જાતને મેલડી
માતાના ભુવા તરીકે પ્રસ્થાપિત કર્યો હતો.જેના માટે તે સરખેજમાં મેલડી માતાના મંદિર
નજીક ખાડો ખોડીને તેમાં બેસતો હતો અને પૈસાનો વરસાદ કરતો હતો.
અશોક જાડેજાએ છારા સમાજ્ના લોકોનો
ઉધ્ધાર કરવા માટે શરૂઆતમાં ત્રણ દિવસમા પૈસા ત્રણ ગણા કરવાની લાલચ આપી હતી.જેથી તેના પર વિશ્ચાસ કરીને લોકોએ
કરોડો રૂપિયા રોકયા હતા.
તેમને ત્રણ દિવસમાં અશોક જાડેજાએ પૈસા
પાછા આપી દીધા હતા.જેથી સમાજના લોકોને વિશ્ચાસ આવતા મોટી સંખ્યામાં લોકો તેની સાથે
જોડાયા હતા.આટલુ જ નહી રોકાણકારો એટલા વધી ગયા હતા કે અશોક જાડેજાએ પૈસા લેવા માટે
34 એજન્ટ-પેટા એજન્ટની ચેઈન ઉભી કરી હતી.ત્યાર બાદ 7 દિવસ,15 દિવસ અને 1 મહિનામાં
પૈસા ત્રણ ગણા કરી આપવાનુ કહીને લોકોના રૂપિયા ચાંઉ કરી ગયો હતો.
અશોક જાડેજા અને તેના 34 એજન્ટો સામે
દેશભરમાંથી 111 ગુના નોંધવામાં આવ્યા હતા.