અમદાવાદ તા.જાન્યુઆરી 2024
ઉતરપ્રદેશના છ લોકો પહેલી જ વખત
અમદાવાદમાં લૂંટ કરવા આવ્યા હતા.
શિવરંજની ચાર રસ્તા સીજી રોડ પર આવેલા મોટા શો રૂમમાં કરોડોની લૂંટ કરવા માટે આવેલી ઉતપ્રદેશની કુખ્યાત ટોળકીના છને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.બી.બસીયાને
માહીતી મળી હતી કે કેટલીક શંકાસ્પદ વ્યકિતઓ શિવરંજની અને સીજી રોડના જવેલરી શોપની
રેકી કરી રહી છે.
આ શંકાસ્પદ વ્યકિતઓ રાતના સમયે એનઆઈડી
પાસેની ફૂટ્પાથ પર શ્ચમ્જીવીઓની સાથે સૂઈ જાય છે.
આમ આ મહીતીને આધારે તેમણે ટીમ સાથે વોચ
ગોઠવી હતી.તેમની ટીમે એનઆઈડી પાસેની ફૂટપાથ પરથી
સાહિલઅલી વહિદઅલી પઠાણ(ઉ.50)
રાજેન્દર્સિંગ ઈન્દરસિંગ જાટ્વ (ઉ.50)
લેખરાજ રોશનસિંગ યાદવ (ઉ.50)
સત્યરામ લક્ષ્મણ યાદવ (ઉ.58)
લેખરાજ સોનપાલ યાદવ (ઉ.50) અને
રવિ પપ્પુ હસમુદ્દીન અલવી (ઉ.25) ને
ઝડ્પી લીધા હતા.અંગઝડ્તી કરતા તેમની પાસેથી
ત્રણ તમંચા,
18 કારતુસ,
બે ખાતરીય,
1 કટર,
2 સ્ક્રૂ ડ્રાઈવર,
3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
પોલીસને તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યુ
કે તેઓ ઉતરપ્રદેશમાં ધાડ,લૂંટ,ઓગ્રેનાઈઝ ક્રાઈમ જેવા
ગુના આચરતા હતા.આ ટોળકી વિરૂધ્ધ જુદા જુદા રાજ્યોમાં 16 ગુના નોંધાયેલા છે.જેથી
ત્યાંની પોલીસની તેમની ગતિવિધિ પર બાજનજર હોવાથી તેઓ પહેલી વખત ગુજરાતમાં લૂંટ
કરવા અમદાવાદ આવ્યા હતા.
નાના ચિલોડા ઉતરી 2-2ની ટુકડીમાં
વહેંચાઈ જતા.
આ ટોળકી ઉતરપ્રદેશથી
ગુરૂવારે રાતે બસમાં આવી હતી.નાના ચિલોડા ઉતર્યા બાદ તેઓ બે-બેની ટીમમાં વહેચાંઈ
ગયા હતા.તેઓ જુદા જુદા વિસ્તારમાં આવેલા મોટા જવેલર્સ વિશે લોકોને પૂછતા હતા.અને
રેકી કરતા હતા.આટલુ જ નહી કોઈને શંકા ન જાય તે માટે રિક્ષા તેમજ બસમાં જ ફરતા હતા.
શંકા ન જાય એટલે
ફૂટ્પાથ પર શ્ચમિકો સાથે સૂતા હતા.
એનઆઈડી બહારની
ફૂટ્પાથ પર મોટી સંખ્યામાં શ્ચમજીવીઓ સૂતા હોવાથી રાતે ત્યાં આવી જતા હતા.લૂંટારૂઓ
બે-બેની ટુકડીમાં વહેંચાઈ ગયા બાદ આખો દિવસ સીજી રોડ,શિવરંજની અને અન્ય વિસતારમાં આવેલા જવેલર્સની રેકી કરતા
હતા.જ્યારે રાતે એનઆઈડી પાસેની ફૂટ્પાથ પર આવીને અન્ય શ્ચમજીવીઓ સાથે સૂઈ જતા હતા.