“ફાઈટરવહ
નહી હૈ જો અપને ટારગેટ કો અચીવ કરતા હૈ.ફાઈટર વહ હૈ જો ઉન્હે ઠોક દેતા હૈ.
સિદ્ધાર્થ
આંનદની ફિલ્મ ફાઈટરમાં રીતીક રોશન અને દિપીકા
પાદુકોણ ઉપરાંત અનિલ કપુર,કરણસિંહ ગ્રોવર,સંજીદા શેખ જેવા કલાકારો પણ છે.આ બધા જ કલાકારો
એરફોર્સ પાયલટ છે.ફિલ્મમાં રીતીક રોશન સ્કવોડ્રન લીડર શમશેર પઠાણિયાના રોલમાં છે
જેને બધા પ્રેમથી પેટી કહીને બોલાવે છે.જ્યારે દીપિકા સ્કવોડ્રન લીડર મીનલ રાઠોડ
એટલે કે મિનીનાં પાત્રમાં છે. અનિલ કપુર ગ્રુપ કેપ્ટન રાકેશ જયસિંહ એટલે કે રોકીના
રોલમાં છે.શુક્રવારે રીલીઝ થયેલી ફિલ્મ “ફાઈટર”ભારતની પહેલી એરિયાલ એકશન ફિલ્મ
તરીકે ઓળખાઈ રહી છે.
“ફાઈટર
ફિલ્મમાં ઈન્ડિયન એરફોર્સની દેશ પ્રત્યેની ભાવના અને ફરજને અદભુત રીતે દર્શાવી
છે.250 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 2024ની મોસ્ટ એન્ટીસિપેટેડ મુવિઝની લિસ્ટમાં
ટોપના સ્થાને છે.
“ફાઈટર”ફિલ્મના
એકશન સીન અને ગીતોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.આ ફિલ્મમાં પહેલી વખત
સ્ક્રીન પર રીતીક રોશન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી જોવા મળી છે.IMDBએ આ વર્ષે રીલિઝ થનારી ફિલ્મોનુ લિસ્ટ બહાર પાડ્યુ છે,જેમા સિદ્બાર્થ આનંદની
“ફાઈટર”પહેલા ક્રમે છે.જયારે બીજા ક્રમે “પુષ્પા-2”અને ત્રીજા ક્રમે “વેલકમ ટુ ધ
જંગલ”છે.અને ચોથા ક્રમે “સિંઘંમ અગીએન”છે.
રીતીકે
સ્ક્વોડ્રન લીડર શમશેરા પઠાણિયાના રોલ માટે બોડી લેન્ગવેજ અને ફિટનેશ પર ઘણુ ઘ્યાન
આપ્યુ છે.તેની ફીટ અને ફાઈન બોડી માટે તેના વર્કઆઉટ ટ્રેનર ક્રિસ ગેથીનનો મોટો
ફાળો છે.ક્રિસ ગેથિન કહે છે કે વર્કઆઉટ માટે રીતીક રોશન ઘણા ડેડીકેટેડ છે.શુટીંગના હિશાબેઅમે તેમના વર્કઆઉટનો સમય નકકી કરતા.