ક્રાઇમ બ્રાન્ચની ટીમે 48 કલાકમા આરોપીને ઝડપી લીછો.નવસારીના ગણદેવીમાંથી 14 વર્ષીય મુસ્લિમ કિશોરીનુ અપહરણ થયુ હતુ.કિશોરીના પિતાએ સમીર પઠાણ નામનાં યુવક વિરુધ્ધ ફરિયાદ નોધાવી હતી. ફોન કરી કિશોરીના પિતા પાસે એક કરોડ ની માંગણી કરી હતી.આરોપી કિશોરીને બજારમાંથી અપહરણ કરીને યુપી લઇ ગયો હતો.
જીલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ સહિત એલસીબીની ટીમ કામે લાગી ગઇ હતી.પોલીસે ભૂતકાળનાં અનુભવના આધારે સુઝબુઝ વાપરી કુલ ત્રણ ટીમ બનાવી હતી.
આ ટીમનુ સુપરવિઝન નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર દીપક કોરાટ દ્રારા કરવામાં આવ્યુ હતુ અને સમગ્ર ઓપરેશન પર જીલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ નજર રાખી રહયા હતા.
દિવાળીના એક દિવસ અગાઉ રાત્રે પોલીસે આરોપીને ઓપરેશનની ગંધ ન આવે એ રીતે દિલ્હી લખનઉ રોડ પરથી કિશોરીને મુકત કરાવી હતી જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.