વિસ વર્ષ થી ફરાર આરોપીને પકડયો ખરો પોરબંદરના કુતિયાણામાં વિસ વર્ષ પહેલા પાંચારામ સોલંકી
( ઉ.વ.૬૦ )એ જમીન બાબતે ઝઘડો થતાં આલા અને તેની પત્નીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.જે મામલે પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ પેરોલ રજા મળતા પાંચારામ બહાર આવ્યો હતો અને છેલ્લા ૨૦ વર્ષથી નામ બદલીને રાજસ્થાનમાં રહેતો હતો.છેલ્લા ૨૦ વર્ષથી પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી.પરંતુ તે મળી આવતો ન હતો.જેની ઉપર રૂ.૧૦ હજાર નુ ઇનામ પણ રાખ્યુ હતુ.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના બ્યાવર ખાતેથી પાંચારામને ઝડપી પાડયો હતો.