સુરત ના લિંબાયત શ્રીજીનગર—વિભાગ એક ના પ્લોટ નં.150 માં સતિષ વિરણની ગોસ્વામી પલસાણા ખાતે આવેલી એક કંપનીમાં ડિઝીટલ ડિઝાઇનર તરીકે નોકરી કરે છે.
તા. 17.11.2023 ના રોજ સતિષે કોઇ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.પંખા સાથે સાડી બાંધીને તે સોશીયલ મિડીયા પર લાઇવ થયો હતો.જોકે તેના મિત્રોએ આ વિડીયો જોતા જ પોલીસ કંટ્ોલ રુમમા ંકોલ કરી દીધો હતો.લિંબાયત પોલીસે તાત્કાલીક ધટના સ્થળે પહોચીને ઘરનો દરવાજો તોડીને સતિષને પંખા પરથી નીચે ઉતારી 108 મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમા દાખલ કર્યો હતો.જયા તેની તબીયત સુધારા પર છે.એક પરિવારનો માળો વિખરાતો બચાવનાર સમગ્ર લિંબાયત પોલીસ વિભાગને ખુબ ખુબ અભિનંદન.