અમદાવાદ તા.16.02.2024
કેરળ કસ્ટમ અધિકારીઓ સાથે મળીને અમદાવાદ ક્સ્ટમ્સના એર
ઈન્ટેલિજ્ન્સ યુનિટના અધિકારીઓએ સયુંકત ઓપરેશન હાથ ધરી સોનાની દાણચોરીના રેકેટનો
પર્દાફાશ કર્યો છે.
સોમવારે રાતે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દોહાથી
કતાર એરવેઝની ફ્લાઈટમા આવેલુ 3.30 કરોડનુ આશરે 5.5 કિલો સોનુ જપ્ત કર્યુ હતુ.
આ સોનુ ભારત આવતા પેસેન્જરોના ગુપ્ત ભાગમા તેમજ
કેપ્સ્યુલ તરીકે સંતાડવામા આવ્યુ હતુ.આટલી મોટી સોનાની હેરાફેરીમા ચારથી
પાંચ પેસેન્જર હોવાનુ જાણવા મળેલ છે.જેમા મહિલા
પેસેન્જરનો પણ
સમાવેશ થાય છે.
હાલમા આ તમામ પેસેન્જરોની પૂછપરછ ચાલી રહી છે કે આ સોનુ
કોને આપવાનુ હતુ અને સોનાની હેરાફેરી પાછળ કેટલુ કમિશન પણ મળવાનુ હતુ.
એરપોર્ટ પર પહેલી વખત કે અન્ય એરપોર્ટનો પણ ઉપયોગ કર્યો
છે કે કેમ? આખી ચેનલ પકડવા ક્સ્ટમ્સે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ક્સ્ટમ અધિકારીઓ મુસાફરોની શંકાસ્પદ હિલચાલ પ્રત્યે
સતર્ક રહે છે અને દાણચોરોને પકડવા માટે વિવિધ સ્ત્રોતો દ્રારા ગુપ્ત માહિતી લેવાનો
આશરો લે છે.
ભૂતકાળમા પણ ક્સ્ટમ અધિકારીઓ દ્રારા સોનાની દાણચોરીના
કેસ નોંધવામા આવ્યા છે.જેમા મિશ્ચણ ગ્રાઈન્ડર,સીસીટીવી કેમેરા,ઈલેક્ટ્રિક કેટલ અને અન્ડર ગારમેન્ટસમા સોનાની પેસ્ટ
તરીકે છુપાવીને દાણચોરીનો સમાવેશ થાય છે.
આ નાણાકીય વર્ષમા અમદાવાદ ક્સ્ટમ્સે લગભગ 100 કિલો સોનુ
જપ્ત કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમા પણ અબુધાબીથી અમદાવાદ આવતી
એક મહિલા પેસેન્જરની ક્સ્ટ્મ્સે તપાસ કરતા સેનેટરી પેડમા સંતાડેલુ 49 લાખનુ 736.36
ગ્રામ સોનુ જપ્ત કરવામા આવ્યુ હતુ.
છેલ્લા એક સપ્તાહમા અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના
અનેક કેસો થયા છે.જેમા દુબઈથી આવતા રાજકોટ,ભાવનગર અને સુરતના અમે એક સાથે ત્રણ પેસેન્જરોને સોનાના
દાગીના સાથે પકડયા હતા.જેમની પાસેથી 40 થી 50 લાખનુ સોનુ જપ્ત કરવામા આવ્યુ હતુ.