અમદાવાદ તા.18.02.2024
મહિલા હેલ્પલાઈન “અભયમ”ને 5 વર્ષમા મદદ માટે 7
લાખ કોલ મળ્યા જેમા ઘરેલુ હિંસાની સૌથી વધુ 3.15 લાખ ફરીયાદ મળી.
મહિલાઓ માટે શરૂ કરવામા આવેલી હેલ્પલાઈન “અભયમ”ને
છેલ્લા પાંચ વર્ષમા અમદાવાદમાથી 7.01 લાખ કોલ મળ્યા છે.જેમા 6.65 લાખ કેસમા સમાધાન
થયુ છે.
2020 થી 2023 દરમિયાન ઘરેલુ હિંસામા સૌથી વધુ
3.15 લાખ કોલ હતા.મહિલાઓ આડાસંબંધો,કાનૂની મુદ્દ,બાળકની ક્સ્ટડી,છેડતી,મિલ્કત વિવાદ,ડીપ્રેશન,વૃદ્ધા અવસ્થામા ઘરમાથી હાંકી કઢાયા જેવી ફરીયાદો કરાતી હોય છે.
2020માં અમદાવાદમા મહિલા હેલ્પલાઈન “અભયમ”ને મદદ
માટે પ્રતિ કલાક સરેરાશ 2 કોલ લેખે 17.520 કોલ મળ્યા હતા.જે વધીને 2023મા પ્રતિ
કલાક 5 લેખે 43.800એ પહોચી ગયા હતા.મહિલા હેલ્પલાઈન 181ની આંકડાકીય માહિતી અનુસાર
પાંચ વર્ષમા અંદાજે 7 લાખ ફરીયાદોમાથી 6.65 લાખમા સમાધાન કરાવાયુ હતુ.જયારે બાકીના
કેસમા આગળની કાર્યવાહી થઈ હતી.
“અભયમ”મહિલા હેલ્પલાઈનના રિજનલ કો-ઓર્ડીનેટર
ફાલ્ગુનીબહેને કહ્યુ 181 પર આવતો કોલ સૌથી પહેલા કોલ સેન્ટરમા જાય છે.અહીથી
કાઉન્સેલર કોલ કરનારી મહિલાની વિગતો મેળવી તેની સમસ્યા શુ છે તેની માહિતી મેળવે
છે.એ પછી જે તે સ્થળે મૂકવામા આવેલી અભયમની ટીમને કોલ કરનારી મહિલાનો ફોન નંબર અને
સરનામુ આપવામા આવે છે.સ્થળ પર પહોચ્યા પછી અભયમની ટીમ કોલ કરનારી મહિલાને સાંભળે
છે અને સામા પક્ષની વાત પણ સાંભળે છે.ટીમ કાઉન્સેલિંગ કરી સમાધાન સમાધાન કરાવવાનો
પ્રયાસ .પરંતુ જો કોલ કરનાર મહિલાને કાયદાકીય કાર્યવાહી કરવી હોય તો પોલીસ સ્ટેશને
લઈ જવામા આવે છે.
આ ઉપરાંત ઘરમા ન રહેવા ઈચ્છતી ફરીયાદી મહિલાને
નજીકની મહિલા સંસ્થામા રહેવાની સગવડ પણ કરી આપવામા આવે છે.કો-ઓર્ડીનેટરના જણાવ્યા
અનુસાર મહિલા હેલ્પલાઈનનો પ્રથમ હેતુ ફરિયાદિ મહિલાને સાંભળી તેના પ્રશ્નનો ઉકેલ
આવે તે રીતે સમાધાન કરાવવાનો હોય છે.
2.50 લાખ મહિલાએ અભયમની એપનો ઉપયોગ કર્યો.
વર્ષ 2018 થી 181ની એપ્લિકેશન પણ બનાવવામા આવી
છે.જેમા કોઇપણ મહિલા આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેની તમામ માહિતી તથા પરિવારના
સભ્યોના પાંચ નંબર ભરી શકે છે.સાથે જ એપ્લિકેશનમા ફોટ,રેકોર્ડીંગ અને કોલ
માટેનુ સોફટવેર પણ છે.
જ્યારે કોઈ મહિલાને સમસ્યા હોય તો એપ્લિકેશનની
મદદથી 181નો સંપર્ક કરી શકે છે.સાથે ફોટો કે રેકોર્ડીંગ પણ મોકલી શકે
છે.એપ્લિકેશનનો ઉપયોગ કરવામા આવે ત્યારે તેમા નાખેલા પાંચ નંબરો પર આ બાબતે જાણ થઈ
જાય છે.અત્યાર સુધીમા અમદાવાદમા 2.50 લાખથી વધુ મહિલાઓએ 181ની એપનો ઉપયોગ કર્યો
છે.જશવંત પ્રજાપતિ ચીફ ઓપરેટીંગ ઓફિસરે જણાવ્યુ કે મહિલાઓને જરૂરિયતના સમયે સલાહ
સૂચન,માર્ગદર્શન માટે ટેકનોલોજી અને તાલીમબદ્ધ કર્મચારી સાથે 24 કલા હંમેશા
તત્પર રહે છે.
ફરિયાદ મળ્યા પછી અભયમ ત્રણ મહિના સુધી વોચ રાખે
છે.
જો કોઈ મહિલા મદદ માટે કોલ કરે અને અભયમની ટીમ
કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવે,ત્યાર બાદ તે મહિલાને કોલના 15 દિવસ સુધી ત્રણ વખત મળીને તેને કોઈ
સમસ્યા છે કે નહી તેની તપાસ કરે છે.જો મહિલાને કોઈ સમસ્યા હોય તો ફરી કાઉન્સેલિંગ
કરાય છે અને જો કાઉન્સેલિંગથી પણ કામ ના થાય તો કાનૂની કાર્યવાહી કરવામા આવે
છે.ચાર વર્ષમા આવા 400 કેસ બન્યા છે.