અમદાવાદ
તા.25.01.2024
ખેડાથી દારૂ લઈ આવી રહેલા બુટલેગરો ભાવડા પાસે બેફામ બન્યા.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ મથકની પોલીસ દ્વારા વિદેશી અને
દેશીદારૂની હેરફેર પર રોક લગાવવા નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે. મંગળવારે
રાત્રે કણભા પોલીસ સ્ટેશનના એઆઈએસ અને સહ કર્મચારી જીઆરડી જવાન ભાવડા પાટિયા પાસે
નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રૂ.14 હજારનો દેશીદારૂ ભરેલી કાર ખેડા
તરફથી આવતી હોવાની બાતમી મળતા તેમણે વોંચ ગોઠવી હતી.
બાતમીવાળી કાર આવતાં પોલીસે રોકવાની કોશિશ કરતાં બે
બુટલેગરોએ પોતાની કારથી પોલીસની પીસીઆર વાનને ટકકર મારતાં એએસઆઈ બળદેવજી મરતાજી
નિનામાનુ મોત નીપજ્યુ હતુ.જયારે ઘાયલ જીઆરડી જવાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો
હતો.
આ અંગે ઈન્ચાર્જ પોલીસ અધિક્ષ્ક અમદાવાદ (ગ્રામ્ય) મેઘા
તેવરે જણાવ્યુ હતુ કે બે ફરાર બુટલેગરોની શોધખોળ શરૂ કરી છે.કારમાંથી રૂ.14 હજારનો
દારૂ જપ્ત કરી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.