રાજ્કોટ તા.24/10/2023
તા.૧૨મી નાં રોજ રાજ્કોટ પડધરી ની ભાગોળમાંથી અધુરી બળેલી ટ્રોલી બેગ
માંથી અધુરી બળેલી યુવતીની લાશ મળી આવી હતી.આ યુવતી કોણ છે ? અને તેની હ્ત્યા કોણે કરી? પોલીસે ટ્રોલી બેગ ને આધરે લાશની ઓળખ અને હ્ત્યા નો
ભેદ ઉકેલી નાખ્યો.
ફોરેંસીક એનલિસિસ અને ઝીણ્વટભરી તપાશને આધરે પોલીસે
યુવતીનાં લિવ-ઈન-પાર્ટનર કહેવાતા હત્યારા મેહુલ ચોટલીયા {ઉ.વ.૩૨}ને ઝડ્પી
લીધો.
મેહુલ અને મરનાર યુવતી આયેશા મકવાણા ૧૮ મહિનથી લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતા હતા.
શહેર ની એક હોટલમાં મેનેજર ક્મ એકાઉન્ટન્ટ તરીકે ફરજ
બજાવતા મેહુલ અને મરનાર યુવતી અલ્પા ઉર્ફે આયેશા મકવાણા વચ્ચે કોઇ બાબતે ઝ્ઘડો થતા
આયેશએ મેહુલ ને થપ્પડ મારી હતી.જેથી મેહુલ એટલો ઉશ્કેરાયો ગયો હતો કે તેણે આયેશનુ
ગળુ દબવીને મારી નાખી હતી.
હ્ત્યા બાદ મેહુલે આયેશની લાશને બે દિવસ ઘરમાં મુકી
રાખી હતી.કારણ કે તેને લાશનો નિકાલ કરવનો કોઇ આઇડીયા મળતો ન્હોતો. બે દિવસ પછી લાશ
સડવા લાગતા અને તેમાંથી દુર્ગધ આવતા તેને ફાળ પડી કે પોતાની પોલ પકડાઈ જ્શે અને
પાડોશીઓ પોલીસને જાણ કરશે એટલે તેણે લાશનો નિકાલ કરવા આયેશા હાઈટમાં નાની હોવાથી
એક ટ્રોલી બેગ ખરીદી લાવ્યો અને આયેશા ની
લાશને ટ્રોલી બેગમાં પુરીને તેનો નિકાલ કરવા તા.૧૧મી ઓક્ટોબર ની સાંજે આયેશા ની
લાશવાળી ટ્રોલી બેગને પોતાના ઘરમાંથી ખેચીને તેની એસયુવી ગાડીમાં મુકી પડધરી નજીક
એક અલગ જ્ગ્યાએ જ્તો રહયો હતો.
અહી તેણે આયેશા ની લાશવાળી ટ્રોલી બેગ પર લાકડાનાં
ટુક્ડઓ ગોથવ્યા અને તેની પર પ્રેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. પરંતુ લાશ બરાબર
બળી છે કે નહી તે જોવા પણ ઉભોના રહયો.
હકિકતમાં ટ્રોલી બેગમાં રાખેલી આયેશા ની લાશ પુરી સળગી
ન્હોતી.અડધી જ સળગી હતી.તે અર્ધ બળેલી ટ્રોલી બેગ અને અર્ધ બળેલી લાશ આયેશાના
હત્યારા સુધી પહોચાડવામાં પોલીસને ખુબ જ મદદગાર બની હતી.
મરનાર યુવતી આયેશા મકવાણા મૂળ અમદાવાદ નજીક મેરેયા ની
છે.અને તે રાજ્કોટ ના પડધરીમાં રહેતા મેહુલ ચોટલીયા સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં
રહેતી હતી.
આરોપી મેહુલ ચોટલીયા સામે અગાઉ દારૂ અને અનેતિક
તસ્કરીનાં કેશ નોધાયેલા છે.તે એક શાતિર ગુનેગાર છે.